નવી દિલ્હી: કોરોના વાયરસ વિરુદ્ધની લડતમાં અમેરિકાએ ભારત પાસે હાઈડ્રોક્સીક્લોરોક્વીન દવાની માગણી કરી છે. જેના પર ભારતે મંગળવારે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે દેશની ઘરેલુ જરૂરિયાતો પૂરી કર્યા બાદ આ દવાની ઉપલબ્ધતાને જોતા જ કોઈ પણ નિર્ણય લેવાશે. ન્યૂઝ એજન્સી ANIએ સૂત્રોના હવાલે જણાવ્યું કે દેશની જરૂરિયાતોને પૂરી કર્યા બાદ બચેલા સ્ટોકને માનવીય આધાર પર બહાર મોકલવા અંગે વિદેશ મંત્રાલય અને ફાર્મા વિભાગ નિર્ણય લેશે.
ભારત જો દવા ન આપે તો જોઈ લેવાની અમેરિકાની ધમકી, જાણો શું કહ્યું ટ્રમ્પે?
ત્યારબાદ વિદેશ મંત્રાલયે એક નિવેદન બહાર પાડીને એમ પણ કહ્યું કે કોરોના વાયરસ મહામારીને જોતા માનવીય આધાર પર ભારતે નિર્ણય લીધો છે કે અમારી ક્ષમતાઓ પર નિર્ભર રહેતા પાડોશીઓને પેરાસીટામોલ અને હાઈડ્રોક્સીક્લોરોક્વીન દવાઓ મોકલવામાં આવશે. આ સાથે એમ પણ કહેવાયું કે અમે આ દવાઓના સપ્લાય તે દેશોમાં પણ કરીશું જે કોરોના મહામારીથી સૌથી વધુ પ્રભાવિત છે. આ સાથે જ આ મુદ્દે કોઈ પણ અટકળ લગાવવી જોઈએ નહીં કે ન તો રાજનીતિ થવી જોઈએ.
વિદેશ મંત્રાલયના પ્રવક્તા અનુરાગ શ્રીવાસ્તવે આ વિવાદ પર વધુમાં કહ્યું કે કોઈ પણ સરકારની જવાબદારી હોય છે કે પહેલા તે એ સુનિશ્ચિત કરે કે તેમના પોતાના લોકો માટે દવા અને સારવારના જરૂરી સંસાધનો છે કે નહીં. તેને ધ્યાનમાં રાખીને કેટલાક સુરક્ષા કારણોસર પગલાં લેવાયા હતાં. કેટલીક દવાઓ પર પ્રતિબંધ મૂકાયો હતો.
We will also be supplying these essential drugs to some nations who have been particularly badly affected by the pandemic. We would therefore discourage any speculation in this regard or any attempts to politicise the matter: Ministry of External Affairs (MEA) #COVID19 https://t.co/T4BPoXkLDM
— ANI (@ANI) April 7, 2020
સમીક્ષા સંતોષકારક રહેતા પ્રતિબંધ હટાવ્યાં
ત્યારબાદ સ્થિતિની સમીક્ષા કરાઈ અને સંતોષજનક લાગી કે દેશની પોતાની જરૂરિયાતો પૂરી કરવા માટે પર્યાપ્ત દવા છે અને ત્યારબાદ પ્રતિબંધ ઉઠાવ્યાં. સોમવારે 14 દવાઓ પર લાગેલા પ્રતિબંધ ઉઠાવ્યાં. જ્યાં સુધી પેરાસિટામોલ અને હાઈડ્રોક્સીક્લોરોક્વીનની વાત છે તો તે લાઈસન્સ કેટેગરીમાં રહેશે અને તેની માગ પર સતત નજર રહેશે. પરંતુ જો માગણી પ્રમાણે આપૂર્તિ રહી તો ત્યારબાદ અમુક હદ સુધી નિકાસને મંજૂરી આપવામાં આવી શકે છે.
અત્રે જણાવવાનું કે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું હતું કે અંગત રીતે ભલામણ કરી હોવા છતાં ભારત દવાઓ ન આપે તો તે તેમના માટે ચોંકાવનારું રહેશે. કારણ કે અમેરિકાના ભારત સાથે સારા સંબંધ છે. આ સાથે જ તેમણે તો જો કે મલેરિયાની દવા હાઈડ્રોક્સીક્લોરોક્વીન જો ભારત ન આપે તો પરિણામ ભોગવવાની પણ ધમકી આપી હતી. જેના પર ભારતે આજે બરાબર જવાબ આપી દીધો.
મેરિયાની દવા છે હાઈડ્રોક્સીક્લોરોક્વીન
હાઈડ્રોક્સીક્લોરોક્વીન મલેરિયાની એક જૂની અને સસ્તી દવા છે. ટ્રમ્પ તેને કોવિડ-19ની સારવાર માટે એક વ્યવહારિક ઉપચાર ગણાવી રહ્યાં છે. સંક્રમણથી અમેરિકામાં 10,000થી વધુ લોકોના મોત થયા છે. જ્યારે સાડા ત્રણ લાખથી વધુ લોકો તેનાથી સંક્રમિત છે.
ટ્રમ્પે તાજેતરમાં જ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે ફોન પર વાત કરી હતી અને હાઈડ્રોક્સીક્લોરોક્વીન દવાઓની આપૂર્તિ કરવા માટે કહ્યું હતું. ભારતે આ દવાની વધતી માગણીના કારણે તેની નિકાસ પર પ્રતિબંધ મૂક્યો હતો. ટ્રમ્પે સોમવારે વ્હાઈટ હાઉસમાં પ્રેસ બ્રિફિંગમાં કહ્યું હતું કે મારા માટે આ ચોંકાવનારું રહેશે કારણ કે ભારતના અમેરિકા સાથે સારા સંબંધ છે. અત્રે જણાવવાનું કે શ્રીલંકા અને નેપાળે પણ ભારત પાસે આ દવાની માગણી કરી છે. ભારતનું કહેવું છે કે ભારત નિકાસ પ્રતિબંધ હટાવવા પર વિચાર કરી રહ્યું છે.
ભારતે અનેક વર્ષો સુધી અમેરિકા સાથેના વેપાર સંબંધોનો લાભ ઉઠાવવાની વાત દોહરાવતા ટ્રમ્પે કહ્યું હતું કે ભારત અમેરિકાને હાઈડ્રોક્સીક્લોરોક્વીન નિકાસ ન કરવાનો નિર્ણય ચોંકાવનારો હશે. તેમણે કહ્યું કે જો આ નિર્ણય લેવાયો તો મારા માટે ચોંકાવનારો હશે, તેમણે મને જણાવવું પડશે. મેં રવિવારે સવારે તેમની સાથે વાત કરી હતી ફોન કર્યો હતો. મેં કહ્યું હતું કે નિકાસને મંજૂરી આપવાના તમારા નિર્ણયનું અમે સ્વાગત કરીશું. જો આમ ન થયું તો વાંધો નહીં પરંતુ નિશ્ચિતપણે તેના પરિણામ ભોગવવા પડશે.
જુઓ LIVE TV
રાહુલ ગાંધીની ટ્વીટ
આ મુદ્દે દેશમાં પણ રાજકારણ ગરમાયું છે. કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ ડોનાલ્ડ ટ્રમ્પના નિવેદનની ટીકા કરી. તેમણે ટ્વીટ કરીને કહ્યું કે 'મિત્રો'માં બદલાની ભાવના? ભારતે તમામ દેશોની મદદ માટે તૈયાર રહેવું જોઈએ પરંતુ સૌથી પહેલા પોતાના દેશના ખૂણે ખૂણે જીવ બચાવવાની તમામ દવાઓ, ઉપકરણો પહોંચાડવા જરૂરી છે.
જો કે કોંગ્રેસના નેતા રાજ બબ્બરે કટાક્ષ કરતા કહ્યું કે 'Hydroxychloroquinne' નામની દવા કોરોના સામેના યુદ્ધમાં જરૂરી છે. શનિવારે તેની નિકાસ પર રોક લાગી. રવિવારે ટ્રમ્પ અને વડાપ્રધાન વચ્ચે વાત થઈ. સોમવારે ટ્રમ્પે કહ્યું કે ભારતે નિકાસ રોકી તો પરિણામ ભોગવવું પડશે અને મંગળવારે સરકારે રોક હટાવી.
કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે